પીપેરો મોતી નદીના કાંઠે વિવિધ ૧૧૭ જેટલી જાતોના ૧૦,૦૦૦ વૃક્ષો ધરાવતા પીપેરો વન કવચનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડના વરદ્હસ્તે લોકાર્પણ કરાયું.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ પીપેરો મોતી નદીના કાંઠે વિવિધ ૧૧૭ જેટલી જાતોના ૧૦૦૦૦ વૃક્ષો ધરાવતા પીપેરો વન કવચનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
ઉપરાંત દેવગઢ બારીયા ફુલપુરા (ડાંગરીયા) ખાતે કિશાન માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના ૩૦૦ જેટલા ખેડૂતો, સ્વસહાય જૂથો, FPO અને વિવિધ વુડ બેજ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ શિબિરમાં વૃક્ષ આધારીત ખેતી કરતા ખેડૂતો અને વિવિધ લાકડા આધારીત ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ વચ્ચે “ફાર્મ ટુ ફેક્ટરી” મોડ પર સીધો સંવાદ યોજાયો હતો. ભવિષ્યમાં વૃક્ષોની ખેતી કરતાં ખેડૂતોના ઉત્પાદનોને સીધા ફેક્ટરીમાં વેચાણ કરવા માટે માર્કેટ લીંક સ્થપાય તે તરફના પ્રયાસો કરવાનો સૌએ સંકલ્પ લીધો હતો. વન વિભાગની કિસાન નર્સરી અને જૂથ નર્સરીના લાભાર્થીઓને મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રથમ હપ્તાની સહાય પેટે રૂ. ૨૦, ૬૫૦૦ ના લાભ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગોધરા સામાજીક વનીકરણ વર્તુળના વડા ડૉ. ટી. કરુપ્પસામી તેમજ દાહોદ સામાજીક વનીકરણ વિભાગના વડા અમિતકુમાર નાયક, બારીયા વન વિભાગના વડા મિતેશ પટેલ અને વન વિભાગના મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારીઓ સહીતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળતા પુર્વકના આયોજન બદલ મંત્રી બચુભાઈ ખાબડએ વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.