NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ સમાજ કલ્યાણની કચેરી ખાતે લીમખેડાના પંચેલા ગામના રાજેશ પર્વતભાઈ પટેલ પંડિત દીનદયાલ યોજના માટે ફોર્મ લેવા ગયા ત્યારે તેમની પાસે સમાજ કલ્યાણ ખાતાના સીનીઅર કારકુન જે. ડી. પ્રજાપતિએ રૂપિયા હઝાર માંગ્યા હતા અને તે પટાવાળાને આપવા કહ્યું હતું. જે થી રાજેશ પટેલ હક્કાબક્કા થઇ ગયા હતા.અને તેઓ એ ACB ની ઓફિસે જઈ PI R.R.AHIR ને મળી ને ઘટના ની વિગત સંભળાવતા તેઓએ તરત રાજેશ પટેલ ને રૂપિયા આપવા માટે જણાવ્યું અને ટ્રેપ ગોઠવી દીધી હતી.
અને ACB ના કેહવા પ્રમાણે રાજેશ પટેલે સમાજ કલ્યાણ ઓફિસે પહોચી ને ફોર્મ માટે માંગણી કરતા સેનીઅર કારકુન જે. ડી. પ્રજાપતિએ રૂપિયા હઝાર પટાવાળાને આપવા કેહતા તેમના કેહવા મુજબ પટાવાળો તખતસિંહએ રૂપિયા એક હઝાર લીધા અને તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો અને તે બંને કર્મચારિયો ઉપર ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમ ACB PI R.R.AHIR એ ટ્રેપને સફળ બનાવતા ભ્રષ્ટાચારી કર્માંચારીયોને સબક શીખવાડી કર્મચારી આલમમાં સોપો પડી દીધો હતો.