PIYUSH GAJJAR – VIRAMGAM
ઘણા સમયથી ગુજરાત ભરમાં ચાલી રહેલા પગાર વધારા મુદ્દે આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાત રાજ્યની તમામ તાલુકાની આંગણવાડીની સંચાલિકાઓ અને આશા ફેસીલીએટરો હડતાલ પર ઉતરી ગઈ છે ત્યાંરે વિરમગામ તાલુકાની આશરે 300 થી વધુ આંગણવાડીની બહેનો આજે વિરમગામ શહેરના પરકોટા વિસ્તાર ખાતે આંગણવાડી સંચાલિકાઓએ પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમા જણાવાયું છે કે આંગણવાડી કાર્યકરોને સરકારી નીમણૂંક આપવાં આવે તેમજ પગાર વઘારા સહિત નીવૃત્તિ સમયે રૂપિયા ૧,૭૫,૦૦૦/- (રૂપિયા એક લાખ પંચોતેર હજાર) પૂરા ચૂકવવા બાબતે આવેદનપત્ર આપ્યુ હતું.