KEYUR PARMAR BUREAU DAHOD
ઉરીમાં થયેલા આતંકી હૂમલા પછી ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક સમ્મેલનમાં ભાગ લેવા માટે જશે નહી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં આ જાણકારી અપાઈ છે.
સાર્ક સમ્મેલન નવેબરમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થનાર છે. સૂત્રો અનુસાર અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાન પણ સાર્ક સમિટમાં ભાગ નહીં લે. ભારતે વર્તમાન સમયમાં સાર્કની અધ્યક્ષતા કરી રહેલા નેપાળને કહ્યું છે કે એક દેશે એવો માહોલ બનાવી રાખ્યો છે જે શિખર સમ્મેલન માટે હિતકારી નથી. પહેલી વાર ભારતે સાર્ક સમ્મેલનનો બહિષ્કાર કર્યો છે. સાર્ક સમ્મેલન 9-10 નવેમ્બરના રોજ ઈસ્લામાબાદમાં થવાનું છે. સાર્કના સભ્ય દેશોએ પણ પાકિસ્તાનમાં વસી રહેલા આતંકવાદીઓને કારણે સાર્ક સમ્મેલનમાં હિસ્સો નહી લેવાનો નિર્ણય લીધો છે.