ફતેપુરાના હનુમાન ટેકરી, વડવાસના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો સુધી રહી પૂજાઅર્ચના કરતા અને લિમડા હનુમાનજી મંદિર વડવાસ ખાતે વલઇ નદીના તટ પર છપનીયા કાળમાં દુષ્કાળની પરિસ્થિતિમાં લોકોને ભોજન કરાવનાર તથા ભોજન ખુટી જતા એક પગે ઊભા રહી તપસ્યા કરી ફતેપુરાની ધરતી પર દૂષકાળના સમયમાં વરસાદને ધરતી પર પડવા મજબૂર કરનાર હનુમાનજીની અસિમ કૃપાથી શકિત અવાર નવાર પરચાઓ બતાવનાર ફતેપુરાના ભક્તો સાથે ધરાબો રાખનાર અને હાલ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે ભીલાપુર સ્થિત આશ્રમ ખાતે રહેતા મંહત 1008 પાગલબાપુનુ ગત રોજ દુઃખદ અંવસાન થતા ફતેપુરાના ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.