તા.૧૧/૦૧/૨૦૧૯ શુક્રવારના રોજ સવારના અંદાજે ૧૧:૩૦ કલાકે છ:રી પાલક યાત્રા સંઘની સાથે તળેટી પર ચૈત્યવંદન કરી બધા પરત થઇ રહ્યા હતા ત્યારે આચાર્યશ્રી વિમલસાગરસૂરિજી મ.સા. થી મુની કલ્યાણસાગરજી મ.સા.એ કહ્યું કે ચાલો બાબુના મંદિર અને સરસ્વતી મંદિર દર્શન કરીને આવીએ. આચાર્ય ભગવંતે એમણે કહ્યું કે આપ દર્શન કરી આવો ત્યાં સુધી હું આઈ તળેટીમાં જ બેઠો છું ત્યારે તેઓ અને થોડા શ્રદ્ધાળુઓ દર્શન કરવા ગયા એમને સરસ્વતી મંદિરની પાસે દેખીને મનાભાઈ રાઠોડ નામની વ્યક્તિ આ બધા પર ભડકી અને ગાળો બોલવા લાગ્યો અને આ બધો જોરથી અવાજ સાંભળી આચાર્ય વિમલસૂરિજી મ.સા.એ તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડને ઉપર મોકલ્યા અને તે બધા સુરક્ષિત નીચે લઈને ઉતરી રહ્યા હતા ત્યારે મનાભાઈ રાઠોડ ફરીથી ગંદી ગાળો બોલી તેમની પાછળ આવ્યો હતો અને તેણે કહ્યું કે સમગ્ર પાલીતાણાને સળગાવી નાખીશ અને ડોલીવાળાઓને પણ કહ્યું કે બધા જલ્દી આવો અને આ જૈનોને પાલીતાણાથી ભગાડી દો અને એમની ધર્મશાળાઓને આગ લગાડવાની છે, એમને મારવાના છે. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને થોડાક શ્રદ્ધાળુઓ વચ્ચે આવી ગયા એટલે ગુરુજી અને બીજા સાધુ ભગવંત તથા બીજા લોકો બચી ગયા. મનાભાઈ રાઠોડનું ઉત્તેજિત સ્વરૂપના વાતાવરણથી બધા ગભરાઈ ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. સ્ત્રીઓ અને બાળકો રડવા લાગ્યા હતા. અને એવું લાગવા લાગ્યું હતું કે આ પાલિતાણાનું પાવન તીર્થ નથી પણ અસામાજિક તત્વોનો અશાંતિ અને ભયાનક અડ્ડો છે થોડાક વખત તો એવું લાગી રહ્યું હતું કે પાલીતાણામાં અસામાજિક તત્વોની વધુ બોલબાલા છે અને તે ભોળી હિન્દુ પ્રજાનુ ખૂબ શોષણ અને ઉપયોગ કરી તેમના પોતાના ઉલ્લુ સીધા કરી રહ્યા છે.
ત્યારબાદ બધા શ્રદ્ધાળુઓ ધરમશાળામાં પહોંચી ગયા ત્યારબાદ આચાર્ય વિમલસાગરસૂરિજી મ.સા.એ પોલીસને આ બધી ઘટના જણાવી આ બાબતે ભાવનગરના પોલીસ અધિક્ષક સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી. જે શ્રદ્ધાળુઓ સરસ્વતી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા તે ત્રણ લોકોએ આ સમગ્ર ઘટનાની FIR લખાવી હતી. મનાભાઈ રાઠોડ નામની વ્યક્તિ પ્રકટનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ છે અને ડોલીવાળાઓના યુનિયનના પણ વર્ષોથી પ્રમુખ બની રાજનીતિ કરી રહ્યા છે અને પોતાના રાજનીતિક ઉદ્દેશ્ય માટે મહાદેવ મંદિરમાં એક સભાનું આયોજન પણ કરેલ હતું. બાબુ મંદિરમાં ચોકીદારનું કામ કરતા–કરતા એમણે જૈન મંદિરમાં પોતાનું ઘર બનાવી દીધું અને પોતાના પૌત્ર-પૌત્રીઓની પ્રસુતિ પણ જૈન મંદિરમાં થઈ. બાબુ મંદિરની બહાર ચાલવાની જગ્યા પચાવીને ગેરકાનૂની રીતે દુકાનો બનાવી દીધી અને તળેટી પાસે જંગલ ખાતાની જગ્યા પણ પચાવીને ગેરકાનૂની રીતે પોતાનું ઘર બનાવી દીધું છે. અસામાજિક તત્વોનું કોઈ કંઈ પણ કરી શકતો નથી, ગરીબ હિન્દુ પ્રજાનું શોષણ કરી ધર્મ સંપ્રદાયના નામ પર તેમની સંવેદનાઓ ભડકાવી આ લોકો તેમના ઉપર રાજ કરે છે. પાલિતાણાના હિંદુ–મુસલમાન વ્યક્તિઓ ગઈ કાલે પણ ગરીબ હતા અને આજે પણ ગરીબ છે અને આ મોટા નેતા બનીને ફરતા અસામાજિક તત્વો લખો રૂપિયા બનાવી ચૂક્યા છે. ખબર નહિ ક્યારે પાલિતાણા મહાતીર્થની યાત્રા માટે આવતા શ્રધ્ધાળુઓને ન્યાય મળશે? ક્યારે અહીંયા શાંતિ અને પવિત્રતા કાયમ થશે? આ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. શું આ બાબતે તંત્ર પણ કોઈ નિરાકરણ લાવી શકશે? એવું લોકોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.
શું મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે કોઇ તપાસ કરાવીને કાર્યવાહી કરશે ખરી??? કેમકે તેઓ પોતે પણ જૈન છે. અને મને ખબર નથી કે જૈનો એટલી અપેક્ષા જૈન મુખ્યમંત્રી પાસેથી રાખી શકે કે નહી? વાઇબ્રન્ટમાંથી ફ્રી થઈને મુખ્યમંત્રીએ પાલિતાણાની આ મામલે તાપસ કરાવી જોઈએ એવી સમગ્ર જૈન સમુદાયની લાગણી સાથેની માંગ છે.