

PIYUSH GAJJAR – VIRAMGAM
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલના માદરે વતન વિરમગામમાં હાર્દિક પટેલની સાથે ઉછરેલ અને હાર્દિકની સાથે રહેનાર હાલમાં છોટા હાર્દિક તરીકે જાણિતા બનેલા હાર્દિક કીર્તિભાઇ પટેલ (છોટે હાર્દિક પટેલ) પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) આંદોલનના શરૂઆતથી જ હાર્દિક પટેલ સાથે જોડાયેલો હતો. ત્યારે જેતે સમયે હાર્દિક પટેલ માટે ઉઘાડા પગે ચાલવાની બાઘા પણ રાખી હતી. તેમજ હાર્દિક પટેલ સાથે આંદોલન દરમિયાન કોઇક વાંઘો પડતા હાર્દિક પટેલ સામે એક પાટીદાર ચિંતન શિબીર નામે છોટે હાર્દિક પટેલે જેતપુર તેમજ વિરમગામ શહેરમાં સભાઓ કરી હતી ત્યારે સમય જતા વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ પ્રતિમા પાસે હાર્દિક પટેલનું પુતળુ પણ બાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાસ કન્વિનર હાર્દિક પટેલ અને છોટે હાર્દિક પટેલ તે વિરમગામ તાલુકાના ચંદનગરીના રહેવાસી છે. ત્યારે 2 અને 3 ફેબ્રુઆરી દરમ્યાન વિરમગામના ચંદનનગરી ગામે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની પિતરાઈ બહેન હિરલના લગ્ન પ્રસંગ યોજાયો હતો. હાર્દિકના આમંત્રણથી આવેલા પાસ કન્વીનરોએ રાત્રીના ગરબામાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અંગે હાર્દિક કીર્તિભાઈ પટેલ ઉર્ફે છોટા હાર્દિકે આ અંગેની વિરમગામ ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી ને પુરાવા રૂપે મોબાઈલ વીડિઓ ક્લીપ આપી હતી.
તેમજ છેલ્લા ઘણાં સમય થી છોટે હાર્દિક પટેલ ભાજપ સાથે હોવાનું બહાર આવ્યું હતું અને તાજેતરમાં વિરમગામ શહેરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિત યુવા સંમેલન યોજાયો હતો. તેમાં પણ છોટે હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યું હતું. ત્યારે હાલમાં છોટે હાર્દિક પટેલને વિરમગામ તાલુકાના યુવા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.