PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદમાં તા.૨૩/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ PM SHRI યોજનાનો અમલના કરવાં આવે છે કે નહીં તેના નિરીક્ષણ માટે બિનોદ કુમાર બેહેરા, ડેપ્યુટી કમિશનર, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મુખ્યાલય, નવી દિલ્હીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ ટીમમાં એ.પી. રાય, આચાર્ય, કેન્દ્રીય વિદ્યાલય ONGC મહેસાણા અને જીતેન્દ્ર કુમાર દાડોચ, આચાર્ય, કેન્દ્રીય વિદ્યાલય AFS મકરપુરા બરોડાનો સમાવેશ થયો હતો. પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદના વિદ્યાર્થી ઓએ PM SHRI હેઠળ પૂર્ણ થયેલ કાર્યને આલ્બમ દ્વારા રજૂ કર્યું હતું. શાળામાં થતી પ્રવૃત્તિઓ જોઈને ડેપ્યુટી કમિશનર બિનોદ કુમાર બહેરાએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. તથા ડેપ્યુટી કમિશનરે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. ડેપ્યુટી કમિશનરે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓએ શું અને કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ જેથી તેઓ સફળતા મેળવી શકે.
ડેપ્યુટી કમિશનરે વિદ્યાલયની શિક્ષકો સાથે પણ વાતચીત કરી અને તેમને NEP અને NCF વિશે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનરે શાળાના પ્રિન્સિપાલ એનોસ સેમસનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તમારા માર્ગદર્શન હેઠળ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદ એક આદર્શ શાળા તરીકે ઉભરશે અને પોતાની એક નવી ઓળખ ઉભી કરશે.