ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી જામકંડોરણા રોડ પર આવેલા ભાદર નદીના પુલ પર અકસ્માત સર્જાતાં ડબલ સવારી બાઈક ચાલક યુવાનોમાંના એકનુ મોત નીપજ્યું હતુ અને એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવની વિગતો અનુસાર કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના બે યુવાનો કલ્પેશભાઈ બાલુભાઈ બાલસ અને કલ્પેશભાઈ રાજાભાઈ ગરેજા આ બંને યુવાનો જામકંડોરણા થી ધોરાજી તરફ બાઈક પર આવતા હતા તે દરમ્યાન વેગડી ગામની ભાદર નદીના પુલ પર કોઈ અજાણ્યાો કાર ચાલક બાઈકને અકસ્માત સર્જીને નાસી છુટેલ હતો અને ત્યાં હાજર વેગડી ગામના લોકોમાંથી કોઈએ 108 ને ફોન કરીને જાણ કરતા 108 ના પાયલોટ જયદિપભાઈ તથા ભગીરથસિંહ તાત્કાલિક સ્થળ પર જઈ બંને યુવાનોને ધોરાજીની સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, અને ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર આરંભી દીધી હતી. જેમાના એક યુવાન કલ્પેશભાઈ બાલુભાઈ બાલસ ઉ. વ. 22 નું મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર આ બંને યુવાનોમાં જેમનુ મ્રુત્યુ થયુ એ યુવાન કલ્પેશભાઈ બાલુભાઈ બાલસના લગ્ન હતાં અને લગ્નની કંકોતરી આપવા સગા સબંધીઓને ત્યાં જવા બાઈક પર નીકળેલ હતા અને ઈજાગ્રસ્ત યુવાને કંકોતરી બતાવતા એમાની વિગતો અનુસાર મરનાર વરરાજા કલ્પેશભાઈના વૈસાખ સુદ તા.04/05/2017 ના રોજ લગ્ન હતા અને જાન માધવપુર ઘેડ મુકામે જવાની હતી. આ અકસ્માતમાં વરરાજા કલ્પેશભાઈનું અકાળે અવસાન થતાં લગ્નની ખુશીનો માહોલ કાળની ક્રુર થપાટે મરશીયામાં ફેરવી નાંખતા વરરાજા પક્ષે અને કન્યા પક્ષે માતમ છવાઈ ગયો છે.
આડેધડ બેફામ કારચાલકે નીર્દોશ યુવાનનો ભોગ લઈ લેતા કોડભરી કન્યા માથે આભ તુટી પડયું છે અને યુવાન કંધોતર દિકરો ગુમાવનાર માતા – પિતા પર અણધારી દિકરાની વિદાયની જીવનમાં અંધારાના ઓળા ઉતરી આવ્યા છે. આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી ધોરાજી પોલીસ તપાસ ચલાવી રહી છે.