PIYUSH GAJJAR – VIRAMGAM
કચ્છના નલીયાથી નીકળેલી રેલી વિરમગામ પહોંચી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સભા સંબોધી, ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કચ્છના નલીયાકાંડ મામલે ન્યાયની માંગ સાથે ગઇકાલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બેટી બચાવો મહારેલીની કચ્છ ખાતેથી શરુઆત કરી હતી. જે આજે વિરમગામ ખાતે આવી પહોંચી હતી. જેમાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા, કોંગ્રસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ અને વિરમગામ ના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રેલી વિરમગામ પહોંચે તે પૂર્વે વિરમગામ મા ગોલવાડી દરવાજા બહાર કોંગ્રેસની સભા સ્થળ પાસે બંદોબસ્ત માટે ઉભેલી પોલીસ વાન મા એકાએક ટીયરગેસ ના સેલ ફૂટતાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. અને ઘડીભેર અફરાતફરી સર્જાઈ હતી.સ્થાનીક લોકો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના ભાજપ પર આકરા પ્રહારો.
આજરોજ સાંજે વિરમગામ શહેરમાં કોંગ્રેસની બેટી બચાવો રેલી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાએ કચ્છ ના નલીયાકાંડ સહિત ભાજપના નેતાઓ પર આકરાં પ્રહારો કર્યા હતા. બીજી બાજુ થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી નોટબંઘી પર પ્રહારો કર્યા હતા. વઘુમા આ સભામા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 2 મહીના અગાઉ દલિત યુવતી પર ભાજપના આગેવાનો દ્વારા કરાયેલા દૂષ્કર્મ સામે યુવતી આજદિન સુઘી કોઇ ન્યાય ન મળ્યાંનો આક્ષેપ યુવતી દ્વારા કરાયો હતો..