પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૧૩ માં હપ્તા માટે E-KYC લાભાર્થી નાગરિક જિલ્લાની બહાર કામગીરી અર્થે અન્ય જિલ્લામાં ગયો હોય તે કિસ્સામાં પણ સંબંધિત જિલ્લાના નજીકના CSC કેન્દ્ર / ગ્રામ પંચાયત ખાતે પોતાનું આધારકાર્ડ અને બેન્ક ખાતાની વિગતો રજૂ કરી તે જિલ્લામાંથી પણ E-KYC કરાવી શકે છે.
આધાર E-KYC કરવાની પદ્ધતિ આ મુજબ છે. લાભાર્થી જાતે કરી શકે તેવી પદ્ધતિમાં ઓટીપી (OTP – One Time Password) મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર http//pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા આધાર E-KYC કરી શકાશે. અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા CSC (કોમન સર્વિસ સેન્ટર) માં જઇ લાભાર્થી આધાર E-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે.
પીએમ કિસાન પોર્ટલ આધાર E-KYC કરવા માટે http//pmkisan.gov.in પોર્ટલ પર Farmers Corner માં આપેલો ઓપ્શન E-KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP ઉપર ક્લીક કરવાનું રહેશે. ત્યાર બાદ મોબાઇલ OTP દાખલ કરી Get Mobile OTP ઉપર ક્લીક કરવું જેથી આધાર કાર્ડ સાથે જે મોબાઇલ લીંક હશે તે નંબર ઉપર આધાર ઓટીપી (OTP – One Time Password) આવશે. આધાર રજીસ્ટર્ડ મોબાઇલ ઓટીપી (OTP – One Time Password) દાખલ કરી Submit for Auth બટન ઉપર કલીક કરતા E -KYC is successfully submitted ડિસ્પલે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે. દાહોદનાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી હતી.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા E – KYC ફરજીયાત,
RELATED ARTICLES