પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન. બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારી ડૉ.લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડૉ. કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્ર ના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ દરમ્યાન આર.કે.એસ.કે. કાઉન્સેલર ભોકણ નિખીલકુમાર દ્વારા પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. RBSK MO ડો.હિમાંશુ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોર-કિશોરીઓને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ હતું.
એનિમિયા નિદાન થયેલા તરુણ- તરુણીઓને તેઓ એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તે શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કિશોર કિશોરીઓને આર.કે.એસ.કે.પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. એનિમિયા, સિકલસેલ ,આઇ.એફ.એ. ગોળી અને તેનું મહત્વ પોષણ, માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત બધાજ લોકોનું વજન, ઉંચાઈ, હિમોગ્લોબીન, સિકલસેલની તપાસ કરવામાં આવી હતી. જેમા કુલ ૧૦૪ જેટલી કિશોરીઓએ હાજરી આપી હતી.