દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવત, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.નયન જોષી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીઆના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુધિયા ખાતે સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન અતંર્ગત સિકલસેલ ડીસીસ દર્દીનું મેડિકલ ચેકઅપ અને ન્યુમોકોકલ વેક્સિન આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન આયુષ મેડિકલ ઓફિસર ડો. અમિત મછાર દ્વારા સિકલસેલ રોગ અને ન્યુમોકોકલ વેક્સિન વિશે વિગતે સમજાવવામાં આવ્યું હતું. સાથે સિકલસેલ ડીસિઝ દર્દીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ, ટી.બી., લેપ્રોસી, મેલેરીયા પ્રોગ્રામની પણ માહિતી આપવામાં આવી હતી. સિકલસેલ કાઉન્સિલર દ્વારા સરકારશ્રી તરફથી સિકલસેલ ડીસીસ દર્દીને મળતા લાભો વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામા આવ્યું હતું.