પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.કનારા નાઓની સુચના હેઠળ પ્રોહી/જુગાર નેસ્ત નાબુદ કરવા પ્રોહી/જુગારના ગુન્હાઓ શોધી અસરકારક કામગીરી કરવા સારૂ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ જરૂરી માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને આજ રોજ તા.૨૦/૧૨/૨૦૨૪ના રોજ એ.એસ.આઇ સંજયભાઈ ધિરૂભાઈ તથા સાથેના માણસો દાહોદ રૂરલ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઇશ્વરભાઈ દિનેશભાઈ આ.પો.કો તથા જયદીપભાઈ સુરેશભાઈ આ.પો.કો. નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દાહોદ રૂરલ પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામા નાસ્તો ફરતો આરોપી પપ્પુભાઈ કનુભાઈ જાતે-ડામોર રહે.ગડોઈ ડામોર ફળીયુ તા.જી,દાહોદવાળો હાલ ગડોઈ ગામેથી બાવકા ગામે જવાના રસ્તા ઉપર ઉભો છે તેવી બાતમી હકીકત આધારે ગડોઈ બાવકા રોડ પર જતા મજકુર ઇસમની તપાસ કરતા મળી આવેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં આરોપીઓનું નામ પપ્પુભાઈ કનુભાઈ ડામોર ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.ગડોઈ ડામોર ફળીયું તા.જી.દાહોદ તથા અટક કરવા પર બાકી ગુન્હાનાં લીસ્ટમાં (૧) દાહોદ રૂરલ પો.સ્ટે. સી.ગુ.૨.નં.૯૧૧/૨૦૨૪ પ્રોહિ. એક્ટ કલમ ૬પ(ઇ),૧૧૬(બી), ૯૮(૨),૮૧, (૨) દાહોદ રૂરલ પો.સ્ટે.સી.ગુ.ર.નં.૯૭૩/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમ ૬પ(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ બાકી છે. જે દાહોદ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.