PRAVIN KALAL – FATEPURA
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામોમાં રહીશ કસ્તુરભાઈ મોતીભાઈ પારગી કુવાની ખોદકામ માટેની મજૂરી માટે મારા છોકરા પ્રતાપ કસતુર ઇટા ગામના નાહટા ચુનિયા પારગી મજુરી માટે લઇ ગયા હતા ત્યાં કુવા માં કામ કરતા કુવા નો પથ્થર ઉપરના ભાગેથી તૂટી જતા મારા છોકરા પ્રતાપ ના માથાના ભાગે પથ્થર વાગતા ગંભીર ઇજા થઇ હતી અને લોહીલુહાણ થઇ ગયા હતા કૂવામાં કામ કરતાં માણસો દ્વારા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી પણ પ્રતાપને જોતા મરી ગયેલ હાલતમાં મળી આવતાં કામ કરનાર નાહટા વિગેરેએ તે લાશને ખાટલામાં મૂકી ક્યાંક જતા રહ્યા હતા અમોને જાણ થતાં હું અને મારા ભાઈ બચુ જોતી પરગી વિગેરે જોવા માટે ગયા હતા છોકરાને જુએ તો માથાના વચ્ચોવચ મોટો ઘા પડેલો હતો અને લોહીલુહાણ થઇ ગયું હતું કાંઈ બોલતા-ચાલતા ન હતા અને મરણ ગયેલ હતા જેથી આ બાબતે બનાવની જાણ કરવા ડીએસપી ઓફિસ દાહોદ ગયા હતા અને રજૂઆત કરી હતી પછી ત્યાંથી આવી પ્રતાપની લાશને લઈ ફતેપુરા સરકારી દવાખાને મડદા કોટડીમાં મૂકી બનાવની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા અને મારા છોકરાને સાથે લઇ જનાર નાહટા ચુનિયા પારગી કૂવાનું ખોદકામ કરાવતાં દરમિયાન સલામતી માટે કોઈ હેલમેટ કે કોઈ બચાવવાના સાધનસામગ્રી આપ્યા વગર મજૂરી કામ કરાવી બેદરકારી અને નિષ્કાળજી દાખવવાના કારણે આ બનાવ બનેલ હોય મારી તેઓના વિરૂદ્ધમાં કાયદેસરની ફરિયાદ છે જે ફરિયાદ પોલીસે લઈ PSI પી.એમ જુડાલ તપાસ કરી રહ્યા છે