દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલમાં ફતેપુરાના જ્યૂડીશનલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એસ.કે સોલંકી સાહેબની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્ટના નાજર સંજય બારીયા, વકીલ મંડળના એસોશીઅન પ્રમુખ શરદભાઈ ઉપાધ્યાય, વકીલ ચંદ્રસિંહ પારગી, અમુલભાઈ શાહ, પંકજભાઈ શાહ, સબીરભાઈ સુનેલવાલા, પંકજ પંચાલ, સ્કૂલના આચાર્ય હેમંત પંચાલ તથા વકીલ મંડળ તેમજ કોર્ટનો સ્ટાફ તથા આજુબાજુના વાલી મંડળ આ બધા હાજર રહી વૃક્ષારોપણ હતું. તેમાં જમીનમાં ખાડા કરી બધા અલગ અલગ જાતના વૃક્ષોના રોપા રોપ્યા હતા અને તેને પાણી આપી આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમથી પ્રજાજનો માટે વૃક્ષ ઉછેર બાબતે જાગૃતતા દાખવવા જણાઇ આવેલ છે અને તે પણ આ કાર્યક્રમની જાણકારીથી સચેત થાય અને વૃક્ષોરોપણ કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી