PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના બસ સ્ટેશન તથા સમગ્ર ફતેપુરા ગામની હાલત “માં વિનાનું કોઈ અનાથ બાળક” પોતાની દેખરેખ માટે કોઈને આજીજી કરે તેમ ફતેપુરા ગામ અને તેનું બસ સ્ટેશનના હાલ કાંઈક એવા જ છે. ફતેપુરા બસ સ્ટેશનની છતના પતરા ચોમાસામાં વધુ પવનના કારણે ઊડવાથી કોઇ આકસ્મિક ઘટના ન બને તેવી ભીતિ દર ચોમાસામાં રહે છે. ફતેપુરા બસ સ્ટેશનમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં આજ રીતે ઘણી વાર પતરા ઉડી જાય છે અને આ પતરાઓ હલવા ના કારણે પવન આવતા કોઈ પતરુ છૂટું પડી કોઈ પેસેન્જરને વાગી જાય તેવી શક્યતાઓ હમેંશા જણાઈ રહેલ છે. વધુમાં બસ સ્ટેશનના સંડાશ બાથરૂમમાં પુરાણ દબાઈ જતાં પથ્થરો તૂટી ગયેલ છે અને કોઈ પેસેન્જર કે ડ્રાઈવર – કંડકટર ચાલવા જતા સ્લીપ મારી પડી જવાય તેવી શક્યતાઓ પણ રહેલી છે અને ત્યાંના નળ પણ તૂટી ગયેલ છે. તો તે રીપેરીંગની જરૂર છે. તેમજ ડ્રાઇવર કંડક્ટર જેમ કે લેડીઝ અને જેન્સ એમ બંનેના રેસ્ટ રૂમમાં પંખા બળી ગયેલી હાલતમાં છે. અને રેસ્ટ રૂમની બહારના પંખા પણ ખોલીને રીપેરીંગમાં આપેલ હોઈ તેને પણ વર્ષ વીતી ગયું છતાં રિપેર કરીને આવેલ નથી. લોન્ગ ટ્રીપના ડ્રાઈવર કંડક્ટરો રાત્રી દરમિયાન અહીંયા રોકાણ કરે તેઓની પાસે સિલક પણ હોય છે અને તેઓ બહાર ઊંઘી રહે તો તેઓની પાસે થી કોઈ લૂંટારુઓ સિલક લૂંટી જાય તે પણ ખતરો રહે છે. અંદર રૂમમાં પંખા ન ચાલવાથી નાછૂટકે આ લોકો બહાર ઊંઘી રહે છે તેમજ અમુક પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલ પણ બસ સ્ટેશનમાં ઊભા રાખવામાં આવે છે. અને અધૂરામાં પૂરું બસ સ્ટેશનમાથી બહાર નીકળતો રોડમાં બહુ જ ખાડાઓ છે એને રીપેરીંગ માટે વારંવાર કહેવા છતાં રીપેરીંગ કરવામાં આવતો નથી. આ બધી બાબતો ધ્યાનમાં લઇ આ સેવાલક્ષી કામ એસ.ટી. ખાતાના અધિકારીઓ વહેલી તકે કરાવી પ્રજાને અને એસ.ટી. કર્મચારીઓને પડતી મુશ્કેલી દૂર કરવા લોક માગણી છે. શું આ બાબતે એસ.ટી. નિગમના અધિકારીઓ ત્વરિત કોઈ પગલાં ભરશે ખરા? કે પછી આંખ આડા કાન કરી જેમ ચાલે છે તેમ ચાલવા દેશે. આ ફતેપુરાની પ્રજાના મુખે ચર્ચાતો એક વિકટ પ્રશ્ન છે.