Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના ભીટોડી ગામની શિક્ષિત બહેને પોતાના પહેલા પગારથી ગામની શાળાના બાળકોને તિથિ...

ફતેપુરાના ભીટોડી ગામની શિક્ષિત બહેને પોતાના પહેલા પગારથી ગામની શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાનુ ભીટોડી ગામ ઉંડાણ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. તેમજ ગ્રામજનો મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા છે. અને મોટાભાગના ખેડૂતો માત્ર એક ફસલ ખેતી પાકોની ઉપજ મેળવે છે.પરંતુ ગ્રામજનોમાં સારી એવી જાગૃતિ હોવાનો અહેસાસ પણ થાય છે.સાથે- સાથે ગામમાં શિક્ષણની સ્થિતિ પણ સારી હોવાથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આગળના અભ્યાસ માટે ગામના વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાએ પણ સારી પ્રગતિ કરી રહ્યા છે.

આવા ઊંડાણ અને ગરીબ વિસ્તારમાંથી અર્પિતાબેન રમણભાઈ બારીયા કે જેઓ B.Sc. નાં અભ્યાસ બાદ M.Sc. નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રામ સેવકની જગ્યાઓ ભરવા માટે જાહેરાત થતા તેઓએ તેમાં ફોર્મ ભરી પરીક્ષા આપી હતી. અને પરીક્ષામાં દાહોદ જિલ્લામાં મેરીટમાં પ્રથમ ક્રમાંક મેળવી ગ્રામ સેવકની નોકરી માટે પસંદગી પામેલ છે અને તેમને ઝાલોદ તાલુકાના વરોડ ગામે ગ્રામ સેવકની નિમણૂક મેળવતા પોતાના ગામની શાળા સહિત ગ્રામજનોનું ગૌરવ વધારેલ હોવાનું જાણવા મળેલ છે. અર્પિતાબેન બારીયા તેના પહેલા પગારથી ગામની પ્રાથમિક શાળાના બાળકોને દાળ ભાત અને બુંદીનું તિથિ ભોજન કરાવી સમાજ માટે ઉદાહરણ રૂપ અને પ્રેરણા રૂપ કાર્ય કરેલ હોવાનું જાણવા મળે છે.
તેમજ અર્પિતાબેન બારીયાએ શાળાના બાળકોને સંદેશ આપ્યો હતો કે, “મહેનતનું ફળ હંમેશા મળે અન

જ છે. તમે પણ મોટા થઈ શૈક્ષણ ક્ષેત્રે આગળ વધો અને ગામનું નામ રોશન કરો”એવું આહવાન કર્યું હતું જ્યારે શાળાના બાળકો ગ્રામજનો સહિત શાળા પરિવાર દ્વારા ખુશી અનુભવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments