દાહોદ જિલ્લાના ફતેપુરાનાં વાંગડ મોડેલ સ્કૂલમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ક્ષય કેન્દ્ર દાહોદના દિપક પંચાલ, પી.પી.એમ કો.ઓડીનેટર તેમજ તાલુકા સુપરવાઇઝર નટવર પારગી, હીતેન્દ્ર પ્રજાપતિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર રસિકભાઈ તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા સ્કૂલના બાળકોને ટી.બી ના રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને ટી.બી.નો રોગ શું છે અને તેનું નિદાન અને સારવાર વિશે યોજનાની તમામ માહિતીઓ બાળકોને આપવામાં આવી હતી. બાળકોને તમામ બાબતની સમજણો આપી પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરી બાળકો માટે નાસ્તાનું આયોજન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
ફતેપુરાના વાંગડ મોડેલ સ્કૂલ ખાતે યોજાયો રાષ્ટ્રીય ક્ષય નીમૃલન કાર્યક્રમ
RELATED ARTICLES