THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિવિધ સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની જગ્યા પર સંચાલક – કમ – કુકની નિમણુંક સરકારી નિયમોનુસાર તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. આ માટે ઇચ્છુક યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
અરજી કરવા ફોર્મ મામલતદાર કચેરી, ફતેપુરાની મભય શાખામાંથી કામકાજ દિવસો દરમિયાન મેળવીને જરૂરી પ્રમાણપત્રો સાથે કરવાની રહેશે. જે આગામી તા. ૧૨ જુલાઇ સુધીમાં રૂબરૂ કે રજીસ્ટર્ડ પોસ્ટથી અત્રેની કચેરીને મળી જાય એ રીતે કરવાની રહેશે. આ માટે અરજદાર ઓછામાં ઓછા ૨૦ વર્ષ તેમજ મહત્તમ ૬૦ વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઇએ. અરજદાર એસએસસી પાસ તેમજ તે જ ગામની હોવી જોઇએ અને નિરોગી હોવાનું પ્રમાણપત્ર ડોક્ટર પાસેથી મેળવવાનું રહેશે. વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રી કે આર્થિક રીતે નબળી વ્યક્તિને અગ્રતા અપાશે. ઉમેદવારે આ પોસ્ટ પર નિમણુંક માટે કેટલીક જરૂરી લાયકાતો ઉપરાંત ગેરલાયકાતો અને અન્ય શરતો પણ ધ્યાને રાખવાની છે. ફતેપુરાના મામલતદારશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.