PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સલરાના મગન વસુંન સવારે ચા પાણી કરી ગામમાં કામ અર્થે જાઉ છુ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા અને સાંજ સુધી ઘરે પરત ના આવતા ગામમા શોધ ખોળ કરી તો પણ ન મળતા મગન વસુન ના પુત્ર નિતેસે સગા – વહાલાઓને ફોન કરી અને તપાસ કરતા માલૂમ પડ્યું કે સલરામાં આવેલ બેન્ક ઓફ બરોડાની પાછળના કુવામાં એક લાશ મળેલ છે તે લાશની તપાસ કરતાં ખબર પડી કે તે લાશ મગન વસુનની છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી મારનારની લાશને પી. એમ. માટે મોકલાવી હતી
જ્યારે નિતેસનું કહેવું છે કે મારા પિતાની લાશને ઈજાઓ થયેલી અને માથાના ભાગે વાગેલું હોઈ અને શરીર પણ સળગાવેલું લાગતું હોઈ તેની પોલીસ તાપસ થવી જોઇએ તેવી માંગણી પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે એ.ડી. લઈ વધુ તપાસ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી સાચી ઘટનાની ખબર પડશે હાલ અમારી તપાસ ચાલુ છે તેવું તેમણે અમારા NewsTok24 ના રિપોર્ટરને કહ્યું હતું.