PRAVIN KALAL –– FATEPURA
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે વાગોસડા ફળિયામાં નારસિંગ કાળુ ડીંડોર અને રમેશ કાળુ ડીંડોર તેઓના પરિવાર સાથે રહી ઘરે જ ધંધો કરે છે ત્યારે મારા ભાઈ રમેશ ઘરકામ માટે હોન્ડા મોટરસાયકલ સેકન્ડમાં લીધું હતું. જેનો નંબર GJ – 12 AQ – 9480 છે. અને મારો ભાઈ રમેશ અને એની પત્ની શારદા આમ આ બંને જણા મોટર સાયકલ લઈ મારા ભાઈની સાસરી જગોલામાં કેરીઓ આપવા રાત્રીના સાડા નવ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને તેઓના ગયા પછી અડધા કલાકમાં ખબર મળી કે સલરા ગામે મારા ભાઈને કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સાથે ટક્કર મારેલી અને એ વાહન ચાલક નાસી ગયેલ છે આવી ખબર મળતાં જ હું અને મારા ગામના બે માણસો ખાતરી કરવા સ્થળ ઉપર ગયેલા તો મારા ભાઈની મોટરસાયકલ તૂટેલી હાલતમાં પડેલી જોવા મળી હતી અને આજુબાજુ કોઈ માણસો જોવા મળેલ નહીં તો અમોએ વિચાર્યુ કે તેઓને સરકારી દવાખાને લઈ ગયા હશે. અમો સરકારી દવાખાને આવેલા અને ત્યાં પૂછપરછ કરતાં મારા ભાઈની લાશ જોવા મળી હતી. તેઓને માથાના ભાગે, છાતીના ભાગે વાગેલ હોઈ લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલા હતા. અને મારા ભાઈની પત્નીને પણ મોઢા ઉપર તથા કમર છાતીમાં ઇજાઓ જણાઈ હતી અને કાંઈ બોલાતું ન હતું. ડોક્ટરે કહ્યું કે તમારા ભાભીને બહાર દવાખાને લઈ જાઓ. જેથી અમોએ તેમને સંતરામપુર સરકારી દવાખાને લઈ ગયેલ અને અમો ત્યાં તેમને દાખલ કરી દવા-સારવાર ચાલુ કરી ફરિયાદ આપવા પરત ફતેપુરા આવેલ છે અને અમારી ફરિયાદની કાયદેસરની તપાસ કરવા અને આરોપી પકડાય તેવી અમોએ પોલીસમાં ફરિયાદ કરેલ અને તે બાબતે પોલીસે વધુ તપાસ ચલાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.