દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસની માહિતી મુજબ મહેન્દ્રસિંહ વાલજીભાઈ પારગી રહે.મોટા સલરા તેમની છોકરી નિશાબેન વાલજીભાઈ પારગી તા.૦૮/૦૭/૨૦૧૮ના રોજ સવારના ઘરેથી જતી રહેલ છે જેની જાણવાજોગ ફતેપુરા પોલીસ સ્ટેશને છોકરીના પિતાએ ફરિયાદ નોંધાવેલ છે. નિશાબેનની ઉંમર ૨૧ વર્ષની છે અને ઉંચાઈ આશરે પાંચેક ફૂટ છે. તેને કેસરી કલરનો નાઈટ ડ્રેસ પહેર્યો છે ઘરમાં કોઈપણ માણસને જાણ કરેલ નથી અને તે પહેરેલા કપડાએ જ ઘર છોડી ગયેલ છે અને તે પોતાના બધા જ સર્ટિફિકેટ સાથે લઈ ગયેલા જાણવા મળેલ છે આ બાબતની જાણવાજોગ ફરિયાદ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.