Saturday, April 5, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના સ્મશાન બાબતે વિવાદ સર્જાતા ફતેપુરાના રહીશો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપ્યુ...

ફતેપુરાના સ્મશાન બાબતે વિવાદ સર્જાતા ફતેપુરાના રહીશો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની વલઇ નદી પર વરસો જૂનો સ્મશાન ગૃહ આવે છે આ સ્મશાન ગૃહ નજીક પંચાયતની જગ્યામાં ફતેપુરા પંચાયતની એક ઓરડી અને કુવો બનાવવામાં આવેલ છે તેમજ વર્ષો જૂનું સ્મશાન છે આ સ્મશાન ગૃહ ફતેપુરામાં મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આ સ્મશાન ગૃહ જર્જરિત હાલતમાં છે તથા અંતિમ સંસ્કારમાં આવનાર લોકો માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી આથી ગ્રામજનો નવીન અને સુવિધાઓ સુવિધાયુક્ત સ્મશાન ગૃહ બનાવવા માટે આયોજન કરી ભંડોળ એકત્રિત કરી સ્મશાન બનાવવાની કામગીરીની પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે ફતેપુરાના ગામના અંદાજે સો થી વધુ અગ્રણીઓ વલઈ નદીના તટ પર ગયા હતા પરંતુ સ્થાનિક રહેવાસી બરજોડ પરિવારના લોકો દ્વારા અહીંયાં સ્મશાનગૃહ નહીં બનવા દઈએ એવું કહી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામજનો માટે આધુનિક સ્મશાનગૃહ બનાવવા માટે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પણ 11 લાખ ફાળવવામાં આવ્યા છે તેમજ ગ્રામજનોએ ફાળો એકત્ર કરી અત્યંત આધુનિક સ્મશાનગૃહ બનાવવાની માંગ છે કેટલાક સ્થાનિક લોકો દ્વારા આ બાબતનો વિરોધ કરી સ્મશાનગૃહ ન બનવા દેતા જૂની જગ્યાએ અત્યંત આધુનિક અને સુવિધા જનક સ્મશાનગૃહ બનાવવા તંત્ર તરફથી મદદ આપવા જેવા મુદ્દાઓ સાથે આજ રોજ દાહોદ જિલ્લા કલેકટરને ફતેપુરા ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments