દાહોદ જિલ્લાના ફતેપુરામાં ૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવી હતી તેમાં જાગૃતિ કન્યા વિદ્યાલયમાં એડવોકેટ શબ્બીર સુનેલવાલાના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. એમાં શાળાના આચાર્ય કપિલાબેન, તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ રજાકભાઈ પટેલ, શાળાનો સ્ટાફ અને સ્કુલની વિદ્યાર્થીનીઓ તેમજ વડીલો હાજર રહ્યા હતા તેમજ ફતેપુરા પોલીસ મથકે રાષ્ટ્રીય મુસ્લિમ તેલી સંગઠનના પ્રભારી ઇશાકભાઇ પટેલના હાથે ધ્વજ વંદન કર્યું હતું તેમજ ફતેપુરા આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમાં વિકાસકુમાર ગિરધારીલાલ અગ્રવાલ ના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આમ આ ત્રણે જગ્યાઓએ અલગ અલગ સમયે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખી સ્વાતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી