દાહોદ જિલ્લાની ફતેપુરા નગરની ટચ ધ લાઈટ ઇંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કુલમાં દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ટચ ધ લાઈટ ઇંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કુલના ટ્રસ્ટીઓ અલ્કેશ આર. પ્રજાપતિના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અતિથિ મહેમાન ફતેપુરા કોર્ટના જજ, બ્રહ્માકુમારી નાં નીતાદીદી, વિદ્યાર્થીઓ, વાલીગણ, ટ્રસ્ટી ભરતભાઈ પંચાલ, ગ્રામજનો, કરોડિયા પંચાયતના સરપંચ, ગામના આગેવાનો, પત્રકારમિત્રો, રાષ્ટ્ર ધ્વજને વંદન કરીને માન ભેર સલામી આપી હતી અને શાળામાં રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બાળકોએ દેશભક્તિ વિગેરેના ઉત્સાહિત પ્રોગ્રામો કર્યા હતા. એમાં બાળકોનો ઉત્સાહ અને ઉમંગ શિક્ષકો દ્વારા વધારાયો હતો. બાળકોની શિક્ષા પ્રવૃત્તિ અને કાર્યક્રમનો આનંદ માંણી બાળકોના વાલીઓમાં ખુશીનો અનુભવ જણાઈ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભકિતનો માહોલ છવાયો હતો.