તા. ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ ફતેપુરા મુકામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દાહોદ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ (વાન) સાથે રાખી નાસ્તા ફરસાણની દુકાનમાં વપરાતા ખાદ્ય તેલનું સ્થળ પર જ ટોટલ પોલાર કંપાઉન્ડ મશીન દ્વારા તેલની ગુણવત્તા બાબતે તેમજ વપરાશમાં લેવાતા પાણીની પી.એચ.ની ચકાસણી કરી કુલ ૧૧ જેટલી દુકાનોની તપાસ કરી. જેમાં એસ.ટી.બસ કેન્ટીન પર તેલ ની ચકાસણી કરતા ટી.પી.સી. મશીનમાં લિમિટ કરતા વધુ રીડિંગ આવતા અખાદ્ય તેલ જણાય આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા તપાસની જાહેરાત થતાં બધા વેપારીઓમાં ગભરાહટ ફેલાઈ હતી અને તેથી વધી બહુ જ ઈમાનદાર ફરસાણના વેપારીઓ બિન્દાસ રહ્યા હતા તેવી જાણકારીઓ મળી રહી હતી.
ફતેપુરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફટી વાન સાથે હોટલો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું
RELATED ARTICLES