દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આજ રોજ તા.૨૦/૦૮/૨૦૧૮ સોમવારે પ્રજાપતિ સમાજ દ્વારા દશામાતાજીના વ્રત નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પુરા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા ધંધા રોજગાર સ્વયંભૂ બંધ પાળી શોભાયાત્રામાં જોડાયા હતા. પ્રજાપતિ સમાજના દરેક ઘરના સભ્યો, છોકરાઓ, વડીલો, માતા અને બહેનો બધા જોડાયા હતા. શોભાયાત્રા પુરા ફતેપુરા નગરમાં રાસ દાંડિયા રમતા નાચતા-કૂદતા સાથે ફટાકડા ફોડી ફેરવવામાં આવી હતી ત્યાંથી મંદિરે જઈ મહાપ્રસાદનું આયોજન રાખેલું હોય સર્વે ભક્તો મહાપ્રસાદ લઇ પૂર્ણાહુતિ કરેલ હતી. સર્વે પ્રજાપતિ સમાજ ખુશીનો માહોલ છવાયો હતો.