ફતેપુરા માં શ્રી રામ મંદિર ખાતે થી શોભાયાત્રા નીકળી હતી અને આખા નગરમાં ફેરવી રાસ ગરબા પણ કર્યા હતા. શ્રીરામ ધૂન સાથે સૌ કોઈ રામ ભક્તો ભગવા વસ્ત્રો સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ફતેપુરા નગર માં રામ ભક્તો ભગવા મય બન્યા અને શ્રીરામ જય રામ જય જય રામ ના પોકારો તેમજ ડી.જે ના નાદ સાથે નગર આખું ઝૂમી ઉઠ્યું હતું
પુરા ફતેપુરા નગરમાં લાઈટો અને રામ નામની ધજાઓથી શણગારવામાં આવ્યું હતું. લાઈટ ડેકોરેશન પણ કરાયા હતા તેમ જ શોભાયાત્રામાં ફતેપુરા થી આજુબાજુ વિસ્તારના યુવાનો ભાઈઓ બહેનો યોજાયા હતા
ફતેપુરા નગરના સર્વે સમાજના લોકોને આમંત્રિત કરાયા હતા
નગરમાં આજ રોજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને 56 ભોજનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને ભંડારો કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી ફતેપુરા પી.એસ.આઇ. પોલીસ દ્વારા નગરના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફતેપુરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરપંચો દ્વારા રેલી કાઢી શોભાયાત્રાનું આયોજન કર્યું હતુ.