PRAVIN KALAL –– FATEPURA
ફતેપુરા રોહિત સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. સંત રોહીદાસજીની ૬૪૨મી જન્મ જયંતી નિમિત્તે ફતેપુરા રોહિત સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા. શોભાયાત્રામાં રોહિત સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૌન રાખી સાદગીપૂર્વક બેન્ડવાજામાં ધાર્મિક ગીતો, રાષ્ટ્ર ગીતો ગાવામાં આવ્યા હતા અને બેનરો સાથે ફતેપુરામાં શોભાયાત્રા દશામાતા મંદિર થી કાઢી જુના બસ સ્ટેશન, મેન બજાર, હોળી ચકલા, પાછલા પ્લોટ માંથી કાઢી હતી. સમગ્ર રોહિત સમાજ દ્વારા એકત્રિત થઈ સાદુ ભોજન પણ રાખવામાં આવેલ હતું અને આખા બજારમાં ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.