દાહોદ જિલ્લાના ફાયપુર તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નુ એ.ટી.એમ. ચાર વર્ષ પહેલા આવેલ છે પરંતુ હાલ તે સ્ટેટ બેંક ની અંદર મૂકી રાખવામાં આવેલ છે શોભાના ગાંઠિયા સમાન મૂકેલું એ.ટી.એમ. પ્રજા માટે ક્યારે ખુલ્લુ મુકવામાં આવશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. હાલ બેન્ક ની અંદર એટલો બધો ટ્રાફિક થાય છે કે કેશ ભરનાર કે કેસ ઉપાડનારને કલાકો વિતાવવા પડે છે અને સમયનો બગાડ થાય છે આ બાબતે વેપારી વર્ગ અને નોકરિયાતો બહુ જ દુઃખી છે અપંગ અને નિરાધાર માણસો છેવટે નિસાસા નાખીને જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ બાબતે કોઈ એક્શન લેવામાં આવતું કેમ નથી અને એ.ટી.એમ. ચાલુ કરવામાં કેમ આવતું નથી એક મહત્વની બાબત છે.
અહીં કેસ માટેની પણ એક જ બારી છે જેથી સમય બહુ જ લાગે છે આ બાબતે ઘટતું કરી એ.ટી.એમ. ચાલુ કરવું અને કેસની લેવડદેવડની બે બારી હોવી જોઈએ તેવું કરવું અનિવાર્ય લાગે છે બેંકના અધીકારી અને રીજનલ ઓફિસરો આ બાબતે રસ લેશે ખરા? પ્રજાને પડતી મુશ્કેલીઓનો અંત લાવશે ખરા? આ એક વિકટ પ્રશ્ન લોકચર્ચાનો વિષય બની રહ્યો છે.