S
SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લાના ફ્તેપુરા ખાતે સરકારી ઘાસ ના ગોડાઉન મા ઘાસ ની ગાંસડી ઓ ભરીને આવેલ ટ્ર્ક ફતેપુરા માર્કેટ યાર્ડ મા ખાલી કરવા જતા સમયે ઉપર થી પસાર થઈ રહેલ વિજ તાર અડ્કી જતા શોર્ટ સર્કિટ ના કારણે ઘાસ મા આગ લાગતા ચાલકે રહેણાંક વિસ્તાર થી દુર લઈ જવા પ્રયાસ કરી નજીક ના ખુલ્લા ખેતર મા લઈ જઈ ટ્ર્ક પલ્ટી મારી ગાંંસડી ઓ નીચે પાડ્વાનો પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ નિવડયો અને જોત જોતામા આગ ટ્ર્ક મા પ્રસરી જતા ચાલક ટ્ર્ક મુકી કુદી પડ્યો હતો દરમિયાન ઝાલોદ ફાયર બ્રિગેડ ના બે ફાયર ફાઈટર પહોચી જતા ફાયર બ્રિગેડ ના જવાનો એ પાણી નો મારો ચલાવી આગ કાબુ મા લીધી હતી પરંતુ ત્યા સુધી ટ્ર્ક સહિત ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યુ હતુ. સદૂનસિબે કોઈ જાનહાનિ કે ઈજા થવા નથી પામી. ઘટના ની જાણ ફતેપુરા પોલીસ ને થતા પો.સ.ઈ. બી.એમ.રાઠ્વા તથા પો..કો.માન્વેંન્દ્રસિંહ સોલંકી સહિત ના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોચી ગયા હતા.ઘટ્ના ની જાણ નગર મા વાયુવેગે પ્રસરી જતા લોકટોળા ઉમટી પડ્યા હતા.
