

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા બાંધકામ શ્રમયોગી સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો જેમા રાજ્ય ક.ના મંત્રી બચુભાઈ ખાબડ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદ ના ચેરમેન ડૉ.અનિલભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા પ્રમુખ ગીતાબેન ડામોર, મામલતદાર એ.ડી.ફેરા સહિત ના અધીકારિ ઓ તેમજ અગ્રણી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ મોટી સંંખ્યામા બાંધકામ સાથે સંકળાયેલ શ્રમયોગી ઓ હાજર રહયા હતા. કાર્યક્ર્મ ની શરૂઆતમા શાળાની બાળીકાઓ દ્રારા પ્રાર્થના તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો રજુ કરવામા આવ્યા બાદ ઉપસ્થિત મહેમાનો એ દિપ પ્રાગટય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરીહતી. ડૉ.અનિલભાઈ પટેલે પોતાના ઉદબોધન મા સરકાર દ્રારા ચાલતી આ શ્રમયોગી યોજના મા કેવી રીતે નોંધણી કરવી અને આ યોજના અંર્તગત મળતા લાભો વિશે વિસ્તૃત માહિતિ આપી હતી. તેમજ મંત્રી બચુભાઈ ખાબડે પ્રાસંગીક પ્રવચન મા આ યોજના તેમજ સરકારી અન્ય યોજના ઓ નો લાભ લેવા આહવાન કર્યુ હ્તુ. ત્યાર બાદ નોંધાયેલા શ્રમયોગી ઓ ને કાર્ડ વિતરણ કર્યા હતા.

RAHUL MOTORS DAHOD