દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે મહાશિવરાત્રી ની ઉજવણીના ભાગરુપે કામેશ્ર્વવર મહાદેવ મંદીર ખાતે લઘુરુદ્ર અભિષેક કરવામા આવ્યો હતો તેમજ ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા નગરના ભક્તજનો સ્વયંભુ પોતાના ધંધા રોજગાર મા રજા રાખી મોટી સંખ્યામા જોડાયા હતા. શોભાયાત્રા નગરના માર્ગો પર નિકળતા જય ભોલે, હર હર મહાદેવના નારા વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. સાથે સાથે આવતીકાલે ભંડારા નુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
ફતેપુરામા મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા તેમજ ભંડારા નુ આયોજન
RELATED ARTICLES