Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લા ના ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા કોંગ્રેસ દ્રારા વધી રહેલ મોંઘવારી વિરુદ્ધ મામલતદાર કચેરી ના પટાંગણ મા ધરણા યોજી મુખ્યમંત્રી ને સંબોધી ને આવેદનપત્ર આપ્યુ.
પ્રાપ્ત માહિતી અનુસાર કુદકે ને ભુસકે વધી રહેલ મોંઘવારી જેમા દાળ ચોખા સહિત ની જીવન જરુરીયાત ની ચીજવસ્તુઓ મા વધતા ભાવ તેમજ હાલ મા જ વધેલા પેટ્રોલ ડીઝલ ના ભાવ ના વિરોધ મા આજરોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા મામલતદાર કચેરી આગળ ધરણા કાર્યક્રમ રાખ્યો હતો જેમા પૂર્વ જીલ્લા પં. પ્રમુખ ડાઁ.કિશોરસિંહ તાવિયાડ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રજ્જાકભાઈ પટેલ, ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઘનશ્યામભાઈ મછાર તેમજ અન્ય કોંગ્રેસ ના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ને સંબોધી ને ફતેપુરા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતુ.