દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોર્ટના પટાંગણમાં ફતેપુરા કોર્ટના પ્રિન્સિપાલ જજ એ. એ. દવેના વરદ્દહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ફતેપુરા કોર્ટના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સો જેટલા વૃક્ષોનુ રોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કોર્ટના ઇન્ચાર્જ નાઝર ગટલી, ફોરેસ્ટ વિભાગના અધિકારી, કર્મચારી ગણ, કોર્ટ કર્મચારી ગણ, એડવોકેટ શબ્બીરભાઈભાઈ સુનેલવાલ તેમજ વકીલ મિત્રો હાજર રહ્યા હતા, જ્યારે ફતેપુરા મામલતદાર કચેરીના પટાંગણમાં મામલતદાર પી.એન. પરમાર તેમજ નાયબ મામલતદાર એન.આર. પારગીના વરદ્દહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કચેરીના કર્મચારી ગણ પણ હાજર રહેલ હતો.
HomeFatepura - ફતેપુરાફતેપુરા કોર્ટના પટાંગણમાં તેમજ મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની...