આજ રોજ તા 12/09/23 ના રોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતગૅત ફતેપુરા ખાતે રેલી નું આયોજન કરી લોકોમા ટીબી રોગને સંલગ્ન પત્રિકાઓ નું વિતરણ કરી લોકોમા ટી.બી નો પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો
.આ સમગ્ર કાયૅક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી. પહાડીયાના માગૅદશૅન હેઠળ કરવામા આવ્યો હતો. જે કાર્યક્રમ ને લીલી ઝંડી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એસ. વી. આમલીયાર દ્વારા આપવામાં આવી હતી અને એમાં THS અને STS/STLS તથા તમામ પ્રા.આ.કેન્દ્ર ના Mphw, FHW, FHS, MPHS નુ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.
વધુમાં “ટી.બી હારેગા દેશ જીતેગા” અંતર્ગત આજે તારીખ-૧૨-૦૯-૨૦૨૩ આટૅસ કોલેજ ફતેપુરા ખાતે એક વર્કશોપ રાખવામાં આવેલ હતું. જેમાં THO, THS, TB ચેમ્પિયન કોલેજના અધ્યાપક અને ફતેપુરા તાલુકા TB સુપરવાઈઝર STS દ્વારા વિદ્યાર્થીઓ ને ક્ષય રોગ વિશેની સંપુર્ણ માહિતી આપી માહિતગાર કર્યા અને છેલ્લે પ્રશ્નોતરી કરી. સમાપન કરવામા આવ્યું. અને વધુ મા વધુ નિક્ષય મિત્ર બને તેના માટે ની વિસ્તૃત માહિતી પણ આપવામા આવી હતી અને “ટી.બી હારેગા, દેશ જીતેગા” ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.