PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના ઝાલોદ રોડ, ઘુઘસ રોડ, મેઈન બજારના વિસ્તારો, પાછલા પ્લોટ, તળાવ ફળિયા, મંદિર ફળિયા, જૂના બસ સ્ટેશન ફળિયાના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા કરેલ ન હોઈ યોગ્ય વ્યવસ્થા કરી આપવા ફતેપુરા નગરજનો દ્વારા તલાટી અને સરપંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં તેમના કાનમાં જાણે રૂ ના પુમડાં નાખેલા હોય અને આંખે પાટા બાંધ્યા હોય તેમ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. માટે આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક અસરથી કરવામાં આવે અને જૂની સમસ્યાનો કાયમી હલ થાય તેવી વ્યવસ્થા કરી આપવા ફતેપુરા મામલતદારને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ ફતેપુરા ગ્રામ પંચાયતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.