Friday, January 24, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા - ઝાલોદ વાયા ગરાડુના બનતા રોડનું નવીનીકરણ કામ બંધ થવાથી બાઈક...

ફતેપુરા – ઝાલોદ વાયા ગરાડુના બનતા રોડનું નવીનીકરણ કામ બંધ થવાથી બાઈક સવારો તેમજ વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમા : તંત્ર કુંભકર્ણની નિદ્રામાં 

  • ફતેપુરા – ઝાલોદ વાયા ગરાડુના બનતા રોડનું નવીનીકરણ કામ બંધ થવાથી બાઈક સવારો તેમજ વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમા : તંત્ર કુંભકર્ણની નિદ્રામાં.
  • કોન્ટ્રાક્ટરનું મરજી મુજબનું વર્તન, કેટલાય બાઈક સવારોના પડવાથી હાથ પગ ભાગ્યા અને કેટલીય ગાડીઓના ટાયરો ફૂટ્યા – જવાબદાર કોણ ?

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મુખ્ય મથક થી વાયા ગરાડું થઈ ઝાલોદ તરફ રોડના સમારકામ અને નવિનકરણ માટે રોડ ઉપર મેટલ પાથરી દઇ મહિનાઓ સુધી કામ બંધ કરી દેતા રોડ ઉપર મેટલના કારણે વાહનોના અવરજવરથી મેટલ ઉડીને રસ્તે ચાલતા રાહદારીઓને પણ વાગે છે અને બાઇક સવારોની બાઈક સ્લીપ મારી પડી જાય છે અને કેટલાય ભારી વાહનોના ટાયર ફુટી ગયા છે. તો આ માટે કોણ જવાબદાર ? કોન્ટ્રાકટર કે સરકારી તંત્ર ? શું આ રસ્તાઓનો કોઈ સરકારી અધિકારીઓ કે નેતાઓ ઉપયોગ કે અવર જવર જ નથી કરતા કે પછી આંખ આડા કાન કરીને પોતાના ખિસ્સા ભરીને જે ચાલે છે તે ચાલવા દો ની નીતિ અપનાવી રહ્યા છે. શું કોન્ટ્રાક્ટરને આ બાબતે કોઈ અધિકારી કે રોડ, રસ્તા વિભાગ દ્વારા પણ કેમ પૃચ્છા કરવામા આવતી નથી ? આ પ્રશ્ન લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા થી ઝાલોદ જવા માટેનો રસ્તો છેલ્લા ચાર માસથી બની રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરની તાનાસાહી ના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ફતેપુરા થી ઝાલોદ તેમજ દાહોદ જવા માટેના રસ્તાનું નવિનીકરણ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર આ રસ્તાનું કામ બંધ કરી દેતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર રસ્તાનું કામ ચાલુ કરી બંધ કરી દેવામાં આવે છે જેના કારણે રસ્તા પર પાથરવામા આવેલી મેટલ તેમજ મેટલ ના કારણે પડેલા ખાડાઓથી લોકોની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે વારંવાર અકસ્માત થવાનો તેમજ રસ્તા પરથી પડી જવાના બનાવો બની રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાને બ્રેક કર્યા વગર ઉપર મેટલ નાખી નવીન રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. રસ્તાને બ્રેક કર્યા વગર મેટલ પાથરતા મેટલ રસ્તામાં ઉપર પકડ ન કરતા રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, તેમજ રસ્તા પર મેટલ પકડ ન કરતા વાહનોના અવર જવરના કારણે મેટલ રસ્તા પરથી ઉજળી સાઈટમાં રહેણાક વિસ્તારમાં પડે છે તેમજ અવર-જવર કરનાર લોકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. તો ટુ-વ્હીલર તેમ જ થ્રી-વ્હીલરે તો જાણે મોત સાથે લઈને ચાલવું પડતું હોય છે ત્યારે અનેક રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આ રસ્તા ઉપરથી કેટલાય સરકારી બાબુઓ પસાર થતા હોય છે ત્યારે આ સરકારી બાબુઓની આ રસ્તા પર નજર પડતી હશે કે નહીં ? કેમ કોઈ સરકારી બાબુના ધ્યાનમાં ન આવતુ હોય કે પછી કોન્ટ્રાક્ટર સાથે કોઈ મિલીભગત તો નથી ને ?  આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી ? તેના ઉપર પગલા લેવામાં આવશે કે નહીં ? અને લોકોને પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવશે કે નહીં ? તેવા અને સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

જ્યારે ફતેપુરા થી ઝાલોદનો રસ્તો 22 કિલોમીટર છે. ત્યારે ફક્ત આ રસ્તો 12 કિલોમીટર સુધીનો જ મંજૂર કરવામાં આવ્યો છે. આ રસ્તો છેક ઝાલોદ સુધી બનાવવા માટે બાકીના 10 કિલોમીટર નો રસ્તો ફરી મંજૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો ફતેપુરા થી ઝાલોદ સુધીનો રસ્તો ન બને અને જેસે કી તેસી પરિસ્થિતિ રહેશે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગનો ઉપયોગ કરી આંદોલન કરશે. જેથી સત્વરે આ નવીન રસ્તો બનાવવામાં આવે તેમજ બાકીના રસ્તાની મંજૂરી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments