દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા સુખસરના પત્રકારને મોટરસાયકલ થી અકસ્માત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ફતેપુરા આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા સામે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ સહિત ફતેપુરા મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
પ્રાપ્ત માહિતી અનુસાર સુખસરના એક પત્રકારને આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા ચેતન ઉર્ફે રમણ બીજીયાભાઈ વળવાઈનાઓએ પત્રકારને ધમકી આપતા કહ્યું કે આફવા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે પેપરમાં તમોએ આપ્યું અને જ્યારે તે દરખાસ્ત ખારીજ થઈ ત્યારે તેનું પેપરમાં કેમ ના આપ્યુ ? કહેતા ધમકી આપેલ તે સંદર્ભે પત્રકાર દ્વારા તેનો સમય સૂચકતા વાપરી વિડીયો ઉતારી લીધો હતો જેની સાબિતી સાથે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી તેમજ આજે તા.૩૦/૦૬/૨૦૨૫ ને સોમવારના રોજ ફતેપુરા મામલતદાર ane તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી આફવા મહિલા સરપંચના સસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.