બાળકીની માં સાથે બિભત્સ માંગણીઓ કરવામા આવતી હતી માંએ ના કહેતા બાળકીનું કર્યુ અપહરણ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેં બે વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું. બાળકીની માતા જોડે ભીભત્સ માંગણીઓની માગ કરવામા આવતી હતી, અને તે બાળકીની માં એ આરોપીઓની માંગણીઓ ન સ્વીકારતા અપહરણ કરતા બે વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતની જાણ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાએ કરતા ફતેપુરા પોલીસ સ્ટેશનના PSI સી.બી. બરંડાએ અપહરણકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી 2 વર્ષની બાળકીને શોધવા માટે ટીમ ગોઠવી દીધી હતી.
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુટા ફળિયામાં રહેતા ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારને પડોશમાં જ રહેતા કૌટુંબિક દિયરે ભાભી ઉપર નજર બગડતા તેની સાથે બિભત્સ માંગણીઓ કરતો હતો. અને એકલતાનો લાભ લઇ ભાભી જોડે વારંવાર બિભત્સ માંગણીઓ કરતો હતો, ભાભી તેની હરકતો અને બીભત્સ માંગણીઓ ની જાણ કોઈને ન કરતા વાત મનમાં ને મનમા રાખતી. આ બાબતે અપહરણ કરતા વારંવાર તેની જોડે ઝઘડો કર્યા કરતો હતો. પરણીતાએ પોતાની આબરુ ને લાજ બચાવવા માટે પડોસમાં કોઈને પણ કશું કહેવાનું ટાળી દેતી હતી, પરંતુ વધુ પડતા હેરાન પરેશાન થવાને કારણે પોતાના પતિને આપવીતી જણાવી તેઓએ તેના કૌટુંબિક ભાઈ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા, તે સમય દરમિયાન તેમની બે વર્ષની નાની દીકરી તેની નણંદ પાસે મૂકી આવ્યાં હતાં. તે દરમ્યાન તેમના જ ગામના તેના કુટુંબીક દિયર તેમજ તેના સાથીઓ દ્વારા બે વર્ષની દીકરીનુ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની જાણ પીડિતાના પતિને તેના દાદીએ ફોન ઉપર કરતા તેવો તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનથી ઘુઘસ મુકામે જઈ તપાસ કરતાં તેની બે વર્ષની દીકરીને તેના કૌટુંબિક દિયર તેમજ તેના સાથીઓ દ્વારા ઉઠાવી લઈ ગયા છે તેવુ નણંદે જણાવતા હેરાન પરેશાન થઈ ગયા હતા. તેના કૌટુંબિક દિયરના ઘરે તપાસ કરતા તમેં અહીં કેમ આવ્યા છો, તારી દીકરીની અમને શુ ખબર ? તારી દિકરીનું તુ જાણે, હવે પછી પૂછો તો પગ ભાગી નાખવામાં આવશે એવું કહીને ત્યાંથી અપમાનિત કરી કાઢી મુક્યા હતા. દીકરીની તપાસ કરતા ના મળતા સગાવહાલાનો પૂછપરછ કરી પરંતુ કોઈ પણ અતો પતો ન મળતાં ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા પીડિતા આવી હતી. ફરિયાદ મળતા PSI સી. બી. બરંડાએ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે 2 વર્ષની બાળકીનું થયું અપહરણ
RELATED ARTICLES