દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નિશાળ ફળિયા ઝાલોર ખાતે રહેતા રમેશભાઇ પારસીંગભાઈ વળવાઈ ઉમર વર્ષ 35 ધંધો ખેતી રૂબરૂમાં આવી ફરિયાદ કરી છે કે હું ઉપર ઠેકાણે રહું છું અને ખેતીકામ ધંધો કરું છું મારા લગ્ન અમારા ગામના આમલી ફળિયા ખાતે રહેતા કાળુભાઈ પારગીની દીકરી સાથે લાંબા સમયથી કરેલા છે મારે સંતાનમાં એક છોકરો અને બે છોકરીઓ છે જેમાં સૌથી મોટી છોકરી અર્પિતાબેન ઉ.વ. 15 ની છે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે, તે પછી મિતલબેન છે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે, અને તે પછી સૌથી નાનો છોકરો હતો જે ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. તેની ઉંમર વર્ષ 10 છે મારી પત્ની હાલ તેના બાપના ઘરે મારી મોટી છોકરી તથા નાના છોકરા કૃણાલ સાથે બેઠેલી છે.
ગઈ કાલ તા.૧૫/૧૦/૨૦૧૮ સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યે હું મારા ઘરે હાજર હતો તેવામાં અમારા ગામના સરપંચ તેરસીંગભાઈ લવજીભાઈ પારગી તથા દિલીપભાઇ વીરજીભાઈ પારગી ડેપ્યુટી સરપંચ તથા ગામના ચંપાભાઈ ખુમાભાઇ પારગી તથા તેરસીંગભાઈ ખુમાભાઇ પારગી વિગેરે સાથે બીજા માણસો આવેલા અને મને વાત કરેલ કે તારો છોકરો કૃણાલ તારા સસરા કાળુભાઈ ના ઘર નજીક આવેલ કુવામા પડી ગયેલ છે તેઓ અમોને કહેવડાવતા તને જાણ કરવા માટે આવેલ છીએ અને આ કાળુભાઈ તથા તેના ઘરમાં માણસો કૂવામાં તેની શોધખોળ કરે છે અને શોધખોળ કરતા રાત્રીના અંદાજે 09:00 વાગે કૂવામાં તેની લાશ જોવા મળતા તેની લાશ પંચના માણસોએ બહાર કાઢી ફતેપુરા સરકારી દવાખાને મારા સાસરી પક્ષના માણસોએ લઈ આવી મુકાવેલ હોવાનું મને જાણવા મળેલ છે. મારો છોકરો ખરેખર કૂવામાં અકસ્માતે પડી ગયેલ છે કે કેમ તે અંગે મોતનું કારણ જાણવા આ ફરીયાદ કરાવવા અમારા ઘરના બાબુભાઈ હકરાભાઇ જાતે તાવીયાડ તથા ભુરાભાઈ વાઘજીભાઈ જાતે તાવીયાડ તથા મુકેશભાઈ જોગડાભાઈ કામોળ વગેરે સાથે અત્રે આ ફરિયાદ કરવામાં આવેલ છે તો મારા છોકરાના મોત બાબતે કાયદેસર તપાસ થવા મારી ફરિયાદ છે મારા સાહેેદો મારી ફરિયાદમાં જણાવેલ માણસો તથા તપાસ નીકળે તે વિગેરે છે એટલે મારી આ ફરિયાદ મારા લખાવ્યા મુજબ બરાબર અને ખરી છે.