PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નાયબ મામલતદાર ભૂરિયાં સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો તેમાં ટી.ડી.ઓ. ભાભોર સાહેબ, સરપંચશ્રી, ગ્રામપંચાયત આગેવાનો, વાલીઓ, પી.એસ.આઈ. રાઠવા સાહેબ તથા તેમનો સ્ટાફ તેમજ સ્કૂલના બાળકો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં પધારેલ હતા. ધ્વજ વંદન પછી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા.
દીકરીને સન્માનપત્રમાં દીકરી દયાબેન કટારાને નાયબ મામલતદાર હસ્તક સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સરકાર તરફથી ગ્રામ પંચાયતને વિકાસ અર્થે પાંચ લાખ નો ચેક નાયબ મામલતદારના હાથે સરપંચશ્રીને આપવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વછતા, દિકરી બચવો, નસો વિનાસ સર્જે છે, પાણી-પુરી વિગેરે ની ખોટી આદતો ના કરવી તેવી રીતે નાટ્ય અને સંગીતના માધ્યમ થી સારી સમઝણો આપવામાં આવી હતી અને પ્રોગામનુ વીસર્જન કરવામાં આવ્યું હતું