NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ફતેપુરાના સલરા ખાતે ગત રોજ એક છકડો (રીક્ષા) નં. GJ-20-4472 ના ચાલકે સ્ટીયરીંગ ઉપર નો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઇ હતી તેમા સવાર ચાર મુસાફરો ને ઈજા પહોચતા 108 મારફતે સંતરામપુર ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા. અને રીક્ષાચાલક રીક્ષા લઈ પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્તો પૈકી કંકુબેન ને વધારે ઈજા જણાતા ડૉકટરે વધુ સાથવાર માટે આગળ લઈ જવાનુ જણાવતા 108 બોલાવી આગળ લઈ જવાની તૈયારી કરતા હતા તે દરમિયાન એમ્બયુલન્સ મા જ મૃત્યુ થવા પામ્યુ હતુ.જયારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. જયારે ભાગી ગયેલ રીક્ષા ચાલકની તપાસ પોલીસ કરી રહી છે.