દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ GRD તરીકે ફરજ બજાવી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓ ગત રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને જણાવેલ કે, ગામમાં દુકાને વિમલ લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત થયા ન હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ખૂટા ફળિયામાં રહેતા પંકજભાઈ છગનભાઈ ચરપોટ ઉ.વ.35 ખેતીવાડી તથા સુખસર પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓ ગત રોજ તા.૨૪/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને જણાવેલ કે, ગામમાં દુકાને વિમલ લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતા ઘરના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પંકજભાઈ ચરપોટનો કોઈ જગ્યાએ પત્તો મળ્યો ન હતો.
આજે તા.૨૫/૧૨/૨૦૨૨ ને રવિવારનાં રોજ વહેલી સવારના પણ તેમની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન મરણ જનારના પોતાના ઘરથી બસ્સો મીટર દૂરના અંતરે પંકજભાઈ ચરપોટની મોઢા, કાન, નાક અને ગુદાના ભાગે લોહી નીકળતી હાલતમાં લાશ મળી આવી હોવાનું મૃતકના પરિવારજનો દ્વારા જાણવા મળેલ. ઘટના બાબતે પરિવારના સભ્ય દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતકની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ. અર્થે લાવવામાં આવી પી.એમ. પેનલ થી કરવામાં આવ્યું હતું. બાદ પી.એમ. કરનાર તબીબને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ મોતનું કારણ જાણી શકાયું નથી પરંતુ વિશેરા રિપોર્ટ અમે મોકલ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સુખસર પોલીસ દ્વારા આ મોત આકસ્મિક છે કે હત્યા તે શોધવામાં જોતરાઈ આગળની કાર્યવાહી કરેલ છે.