ફતેપુરા તાલુકાના સુખસર તેમજ બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો, પાણી પૂરી સેન્ટરો અને આઈસક્રીમ સેન્ટરો પર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ, ફૂડ કલર મળી આવેલ તેમજ તમામ જ્યુસ સેન્ટરો, પાણીપૂરી સેન્ટરો તેમજ આઇસ્ક્રીમ સેન્ટરો ચલાવનાર બીજા રાજ્યના યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર, પાણીપુરી તેમજ આઇસક્રીમ સેન્ટરો ચલાવવાનું લાઇસન્સ, ભાડા કરાર, પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા મળી આવેલ નથી ઓચિંતી મુલાકાત લીધી જેમાં ૧૨ જેટલા સ્ટોલની મુલાકાત મેંગો જ્યુસ અને જ્યુસ બનાવવા માટે વપરાતા મટિરિયલની ગુણવત્તા બાબતે તપાસ કરી અને મેંગો જ્યૂસના કુલ ૧૦ નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલયા.
સ્થળ તપાસ દરમિયાન અખાદ્ય કેરી, તૈયાર કરેલ મેંગો જ્યુસ, ચાસણી તેમજ કલર સહિત અંદાજિત ૪૦ લીટર જેટલો અખાદ્ય જથ્થો જણાય આવતા સ્થળ પર નાશ કરેલ. તેમજ સ્વચ્છતા જાળવા, કેપ, એપ્રોન પહેરવા સૂચન કરેલ. વધુમાં જેઓ પાસે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી મેળવ્યું તેઓને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મેળવે ત્યાં સુધી ધંધો બંધ રાખવા જણાવેલ.