Wednesday, April 9, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકામાં વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા 20 થી વધુ અસામાજિક તત્વોની સામે કાર્યવાહી

ફતેપુરા તાલુકામાં વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા 20 થી વધુ અસામાજિક તત્વોની સામે કાર્યવાહી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તેમ જ કાયદા અને વ્યવસ્થા ની સ્થિતિમાં સુધાર થાય સમાજમાંથી ગુંડા તત્વ પર કડકમાં કડક કાર્યવાહી કરી તેના પર સ્વતંત્ર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રીના નિર્દેશક હેઠળ અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસવડાએ રાજ્યના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ કરી અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાના હુકમ કર્યો હતો.

ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એમ. ખાટ તેમજ પી.એસ.આઇ. જે.કે. રાઠોડ દ્વારા ફતેપુરા તાલુકામાં અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા માટે તેમજ પોલીસવડાની સૂચના ને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકાના અસામાજિક તત્વો તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા માટે 20 જેટલા ઈસમોની યાદી બનાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફતેપુરા તાલુકામાં ઘરફોડ ચોરી શારીરિક સંબંધિ પ્રોહી જુગાર તથા વ્યાજખોરના ગુનાઓમાં ગુનાઓ આચારનારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણ તથા વીજ ચોરી વગેરે સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઉપર કાર્યવાહી કરવા માટે ફતેપુરા પી.આઇ. જે.એમ.ખાંટ તેમજ પી.એસ.આઇ જે.કે. રાઠોડ દ્વારા 20 જેટલા ઇસમોની યાદી તૈયાર કરીને તેમને પકડીને જરૂરી કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં 13 જેટલા લોકોને પકડીને જરૂરી કાર્યવાહી કરી જ્યારે અન્ય 7 ઈસમો ઉપર પણ કાર્યવાહી હાથ ધરવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ડર ફેલાઈ જવા પામ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments