THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ફતેપુરામાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આમલીયાર નો આજે તા. ૨૭/૦૭/૨૦૨૧ ને મંગળવારના રોજ વિદાય સંમારોહ યોજવામાં આવ્યો હતો. તેમાં ફતેપુરા તાલુકા પંચાયત ના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, કારોબારી સભ્યો, સરપંચો, તલાટી કમ મંત્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. બદલી થયેલ તાલુકા વિકાસ અધિકારીને લોકોએ ફુલ હાર પહેરાવ્યા હતા અનને સાલ ઓઢાડી ને વિદાય આપી હતી, જ્યારે ગાંધીનગર થી બઢતી સાથે બદલીમા આવેલા નવા તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ મગનસિહ ઠાકોરને તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો તથા કર્મચારીઓએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. હાજર થયેલ નવિન તાલુકા વિકાસ અધિકારી એ ઉપસ્થિત તમામને સંબોધીને જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકો પહેલા થી જ બહુ બદનામ થઇ ચુક્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે મને ફતેપુરા તાલુકામાં વિકાસ તથા સાફ અને ચોખ્ખા વહીવટ માટે મૂકવામાં આવ્યો છે. લોકોનું જે કામ સાચુ હોય, ચોખ્ખું હોય તેવુ જ કામ લઇને આવવું. એવુ કામ તાત્કાલિક કરી આપીશ, પરંતુ ખોટું કામ હોય તેવું કામ કોઇએ લઇને આવવુ નહીં અને હું ખોટુ કામ કરું પણ નહીં. તેવું જાહેરમા લોકો અને કર્મચારીઓને ચોખ્ખા શબ્દોમાં હાથ જોડી વિનંતી કરી હતી અને અને ચોખ્ખું કામ કરવા જણાવી તાલુકા નો ચાર્જ સંભાળયો હતો.