NewsTok24 – Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે કુવાની અંદર લાશ જોવાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા અને ફતેપુરા પોલીસ ને જાણ કરી હતી અને લાશની ઓળખ થતા તે સલરા ગામના મિતેષભાઇ ડામોર ની લાશ જણાઇ આવ્યુ હતુ. મૃતક ના પરીવારજનો ને હત્યા થઈ હોવાની શંકા જતા મૃતક ના દાદા બદનાભાઇ ડામોર એ આપેલ ફરીયાદ મા જણાવ્યુ હતુ કે તેમને શક છે કે રાયસીંગ પારગી તેમજ મગન વળવાઇ આ લોકો એ તેમના પૌત્ર ને માથા ને ભાગે માર મારી લાશ ને કવા મા નાખી છે. તેમજ મૃતક ના પિતા નોકરી અર્થે બહાર રહેતા હોઈ પિતા ના આવે ત્યા સુધી પોસ્ટ મોર્ટમ ના કરવાની માંગણી ને પગલે લાશ ને બરોડા ખાતે કોલ્ડરુમ મા મોકલી આપવામા આવી છે. આ અંગે આપેલ ફરીયાદ ના આધારે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી અને આ હત્યા છે કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.