પ્રાપ્ત માહીતિ અનુસાર ફતેપુરા તાલુકાના સલરા ગામ પાસે બે બાઈક સવાર સામસામે અથડાઈ જતા બંન્ને બાઈક પર સવાર ત્રણ ઈસમો ને ઈજા પહોચતા આસપાસ ના લોકો એ 108 ની મદદ થી ફતેપુરા ખાતે સારવાર અર્થે પહોચાડયા હતા જેમા ત્રણ પૈકી એક વ્યક્તિ ને પગ મા ફ્રેકચર તેમજ બીજા બે વ્યક્તિ ને વધારે ઈજા જણાતા વધુ સારવાર અર્થે સંતરામપુર મોકલયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. બનાવ અંગે કોઈએ પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી બિનવારસી પડેલ બંન્ને બાઈક પોલીસ સ્ટેશને લાવી આગળ ની તપાસ આદરી છે. હાલ ઈજા પામનાર વ્યક્તિ ઓ નામ કે કયાના છે એવી કોઈ જાણકારી મળી નથી.